આશ્રમમાં ઉજવાતા વિવિધ ઉત્સવો આનંદ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું પ્રતિક છે. ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓને આપણા પરંપરાગત મૂલ્યો, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પરિચય મળે છે.આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ ભજન-કીર્તન, નૃત્ય, નાટક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આશ્રમમાં સૌ સાથે મળીને ઉત્સવ ઉજવવાથી સહકાર, ભાઈચારો અને આનંદની ભાવના વિકસે છે.
ઉત્સવો માત્ર મનોરંજન પૂરતા નથી, પરંતુ તે જીવનમાં સકારાત્મકતા, નવી ઊર્જા અને પ્રેરણા આપે છે. આ આશ્રમ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને સમૂહમાં કામ કરવાની કળા વિકસે છે.